BEYOND ACADEMICS


Satsang Sabha

દુનિયાની કોઈ પણ ભાષા શીખો પણ માતૃભાષા અવશ્ય શીખવી જોઈએ એ વિચાર સંતોના મનમાં રહેતો હતો અને વિચારને મૂર્તરૂપ આપવા માટે ગુરુકુળમાં ગુજરાતી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો. સંતોના માર્ગ દર્શન હેઠળ વિદ્વાન શક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાભ્યાસ સાથે નૈતિક જીવન જીવવાની કળા, માનવધર્મ, વિવેક, સભ્યતા, ચારિત્ર્યનું ઘડતર, દેશભક્તિ, ભગવદ્ભક્તિ આદિનું શિક્ષણ આપવામાં આવે છે. યુવાનોનું આદર્શ અને સુસંસ્કારી ઘડતર થાય છે જે આજના સમયની સર્વત્ર માંગ અને જરૂરીયાત પણ છે.

ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધાર્મિક તેમજ ભારતીય સંસ્કાર મળે તે હેતુથી અહી રહેતા સંતો દ્વારા વખતો વખત પ્રાર્થના મંદિરમાં સત્સંગ સભામાં સંતો બોધ આપે છે.

उत्स्वप्रिया: खलु भारतीया: |

ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી અવગત કરાવવા માટે વર્ષમાં આવતા તમામ ધાર્મિક ઉત્સવોને ગુરુકુળમાં અતિ મોટા પ્રમાણ માં ઉજવવામાં આવે છે. સ્વાતંત્ર્ય પર્વની સાથે જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, ઉતરાયણ, શ્રી હરિ જયંતી, રામનવમી, હિંડોળા, ધનુમાર્સ જેવા ઉત્સવો સંતોના દર્શન હેઠળ વિધાર્થીઓને અને હરિભક્તો સાથે મળીને ઉજવે છે.